welcome to My Blog

હું અનિલ પ્રજાપતિ (MO.9727566411) મારા બ્લોગ jiyaanprajapati.blogspot.com માં આપનું હાર્દિક સ્વાગત કરુ છુ.....

શું હોય છે સિટી લોકડાઉન ?


🎃કેવી હોય છે સ્થિતિ? 🤔 

કોરોના વાયરસ (Corona Virus) ના વધતા સંક્રમણને કારણે વધતા ખતરાને જોતા દેશના તમામ શહેરોમાં લોકડાઉન જેવી સ્થિતિ બની રહી છે. લોકો પોત-પોતાના ઘરમાં કેદ થઈ રહ્યા છે. માત્ર ભારત જ નહી, દુનિયાના ઘણા દેશ જેવા કે, ચીન, ઈટલી, સ્પેન, લંડન જેવી દેશમાં પૂર્ણ રીતે લોકડાઉનની સ્થિતી ચાલી રહી છે. તો આવો જાણીએ આ લોક ડાઉન શું છે, તેનું કાયદાકિય બંધારણ સ્વરુપ કેવુ હોય છે અને ક્યાં-ક્યાં કેવી રીતે કરવામાં આવ્યુ હતુ


દરેક વ્યક્તિ સોશિયલ ડિસ્ટેંસિંગ પણ અપનાવી રહ્યા છે કોરોના વાયરસના સંક્રમણનેરોકવા માટે અત્યાર સુધીમાં કોઈ સત્તાવાર ઈલાજ મળી આવ્યો નથી. જેથી તેનાથી બચવાનો એક જ રસ્તો છે, જે છે સંક્રમિત વ્યક્તિથી બચાવ કરવો. દેશમાં જે રીતે સતત સંક્રમિત વ્યક્તિઓનો વધારો થઈ રહ્યો છે, તેને જોતા દરેક વ્યક્તિને સોશિયલ ડિસ્ટેંસિંગ પણ અપનાવી રહ્યા છે. દિલ્હી સરકારે તો, સિનેમાં હોલ, સ્કૂલ અને મોલ બંધ કરવાનો પણ આદેશ આપી દીધો છે. સાથે જ રવિવારે દિલ્હીમાં મેટ્રો સેવાઓ પણ બંધ રહેશે


જાણો શું હોય છે લોકડાઉન ખરેખર તો લોકડાઉન એક ઈમરજન્સી વ્યવસ્થા છે, જે એપિડેમિક અથવા કોઈ આપત્તિના સમયમાં શહેરમાં સરકારી રીતે અમલમાં મૂકવામાં આવે છે. લોક ડાઉનની સ્થિતિમાં તે ક્ષેત્રના લોકોને ઘરમાંથી બહાર નીકળવાની અનુમતિ આપવામાં આવતી નથી. તેમને માત્ર દવા, અનાજ અને જરુરી ચીજવસ્તુઓ માટે જ બહાર આવવાની મંજૂરી મળે છે

? 🤔 કેમ કરવામાં આવે છે લોકડાઉન


કોઈ સોસાયટી અથવા શહેરમાં રહેનારા સ્થાનિક લોકોને સ્વાસ્થ્ય અને જોખમ બચાવ માટે તેને અમલમાં મૂકવામાં આવે છે. આ દિવસોમાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ઘણા દેશોમાં તેને અપનાવવામાં આવે છે, પરંતુ આ એટલી સખ્તી પણ હાલમાં અમલમાં નથી. તેને સરકારની જગ્યાએ આ વખતે ખુદ પોતાના પર લાગુ કરી રહ્યા છે.ઉદાહરણ તરીકે ઈટીના ઘણા વિસ્તારોમાં ખુદ જ લોકો પોતાને ઘરમાં બંધ કરી લીધા છે. તેથી કોરોનાનુ સંક્રમણ તેમના સુધી ન પહોંચી શકે. સાથે જે વિસ્તારમાં સંક્રમિત વ્યક્તિ વધારે મળી આવે છે, ત્યાં પણ લોકડાઉનનો અમલ કરી દેવામાં આવ્યો છે


👉ચીન સહિત આ દેશમાં લોકડાઉન


 કોરોના વાયરસના સંક્રમણને જોતા ચીન, ડેનમા્ક, લંડન, અમેરિકા, અલ સલવાડોર, ફ્રાંસ, આયરલેન્ડ, ઈટલી, ન્યૂઝીલેન્ડ, પોલેન્ડ અને સ્પેનમાં લોકડાઉન જેવી સ્થિતિ છે. ઉલ્લેખનીય છે કે, ચીનમાં જ સૌથઈ પહેલા કોરોના વાયરસ સંક્રમણનો મામલો સામે આવ્યો હતો. તેથી સૌથી પહેલા ત્યાં લોકડાઉન કરવામાં આવ્યુ છે. તો સરકારે લોકોને એક રીતે હાઉસ અરેસ્ટ રહેવા માટે કહેવામાં આવ્યુ છે


☝️2020 પહેલા પણ થયુ હતુ લોકડાઉન


➡ સૌ પ્રથમ અમેરિકમાં 9/11 ના આતંકી હુમલા બાદ દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યુ હતુ. તત્કાલીન અમેરિકી સરકારે ત્યાં ત્રણ દિવસ માટે લોકડાઉન કર્યુ હતું. ડિસેમ્બર 2005 ના ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ ફોર્સે દંગાને રોકવા માટે લોકડાઉન કર્યુ હતું. સાથે જ 19 એપ્રિલ 2013 ના રોજ બોસ્ટન શહેરને આતંકિયોની શોધ માટે લોકડાઉન કરી દેવામાં આવ્યુ હતુ. નવેમ્બર 2015 માં પણ પૈરિસ હુમલા બાદ સંદિગ્ધોને પકડવા માટે વર્ષ 2015માં બ્રુસેલ્સના પૂરા શહેરને લોકડાઉન કરવામાં આવ્યુ હતુ

No comments: